GADHAVI
Wednesday, 12 June 2013
Sunday, 24 March 2013
Tuesday, 23 October 2012
मेरे दुसरे ब्लॉग
मेरे दुसरे ब्लॉग को देखने के लिए गूगल होम पेज टाइप करे Hasmukh B Gadhavi और देखे कुछ खट्टे मिट्ठे और मजेदार पेज जय माताजी
अथवा नीचे लिखे हुए लिंक पे क्लिक करे
Facebook પર Share અને Like પણ કરી શકો છો.
----------------------------------------------------------
Monday, 15 October 2012
જિંદગીનારંગ
જિંદગીના રંગ
કઈ દુનિયામાંથીઆવી છે આ પરી !
ખીલે ફૂલોની પાંખડી એમ એને આંખો ખોલી,
જોતા જ તેને મારી આંખો બહુ ઠરી.. કઈ દુનિયામાંથી…
દુનિયાની ખુશી આપી પળમાં એમ એ હસી,
છીનવી લીધા દુખો ક્ષણમાં એમ એ રડી…. કઈ દુનિયામાંથી..
ઊંચકીને રમાડતા લાગતી મને બહુ વહાલી,
થાક મારો સઘળો હડસેલે એ લાતો મારી… કઈ દુનિયામાંથી..
પુરા થયા અરમાન, પા પા પગલી એને ભરી,
એની ડગલી પગલી બની સુખોની ઢગલી… કઈ દુનિયામાંથી…
હસાવતી રમાડતી એ છે બધાની લાડકી,
કરશે એક દિન પાપણ ભીની એ લાડલી…
કઈ દુનિયામાંથી આવી છે આ પરી !
--------------------------------------------------------------------------------
અમારે જિંદગીના રંગ ને સાકાર કરવો છે,
હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.
- બેફામ સાહેબની એક રચના

કોણ મોહતાજી વસંતોની કરે
તમને સંભારુંને ખીલે છે ગુલાબ !
મોતીઓ ની મારે મન કિંમત નથી
ફૂલ પર ઝાકળ હશે તો પણ ચાલશે !
- હસુગઢવી-


દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે ,
મને ધનવાન મજનુએ કરેલો ખેલ જોવા દે .
સ્ક્રોલ્લ કરું મારી જૂની યાદો ને,
હાયપરલિંક થઈને તું સામે આવે છે,
એક એક મીનીટે તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે,
બેસું છું કામ કરવા,
મીનીમાઈઝ કરું છું મારાં બધા વિન્ડોઝ ને,
ડેસ્કટોપ ની જેમ તું સામે આવે છે,
ડીલીટ કરું છું આ યાદો ની ફાઈલ ને,
પણ થોડી થોડી વારે એ રીસાયકલબિન માંથી પાછી આવે છે,
શટડાઉન કરું છું મારી સિસ્ટમ ને,
તો પણ શટડાઉન મેસેજ માં તુ જ આવે છે,
સ્કેન કરું છું મારી હાર્ડડિસ્ક ને,
વાઈરસ બની ને તું સામે આવે છે,
ડાયલ કરું છું ISP ને,
કનેક્શન લઇને તું આવે છે,
ડીસ્કનેક્ટ થઈ મારું કનેક્શન,
રીકનેક્ટ થઇ તારી યાદ પાછી આવે છે,
ઓપન કરું છું મારાં નેટવર્ક નેબરહૂડ ને,
એન્ટાયર નેટવર્ક માં ખાલી તુ જ આવે છે,
સ્ટાર્ટ કરું છું મારાં કમ્પ્યુટર ને,
તો ટાસ્કબાર માં સિસ્ટમ અને ટાઈમ બની ને તું આવે છે,
ઓફ કરવા જાવું છું સિસ્ટમ ડેટ ને,
તો પણ ટાસ્ક-પ્રોપર્ટીઝ માં તુજ આવે છે,
ઘરે થી આવું છું ઓફિસે તો,
માય બ્રીફકેસ માં તું સાથે આવે છે,
ખોલું છું આ યાદો ની સાઈટ ને,
તો હોમપેજ ની જેમ તું સામે આવે છે,
બનાવી રહી છું વેબ એસ્ત્રોલોજર.કોમ
દરેક કુંડળી માં તું જ નજર આવે છે,
આવે છે એરર મારાં પ્રોગ્રામ માં,
MSDN હેલ્પ બની તું આવે છે,
કામ્પાઈલ કરું જાવા ના પ્રોગ્રામ ને,
ક્લાસપાથ ચેક કરી તું આવે છે,
જોઈએ છે મારી સિસ્ટમ ને પાવર,
પાવર કોડ બની તું આવે છે,
બેઠી છું સાઈટ બનાવવા,
ડોમેઈન નેમ બની તું આવે છે,
સ્ટોર કરવા માંગું છું કંઈક,
ડેટાબેસ બની તું આવે છે,
સિલેક્ટ કરવા માંગું છું,
માઉસ પોઈન્ટર બની તું આવે છે,
વિચારું છું બીજું કઈ જોવા,
નજર ઉડીને તારી તરફ આવે છે,
ઘેરાયેલી છું કોમ્પ્યુટર પ્રોસેસિંગ માં,
ટાસ્કમેનેજર ની રીતે તું સામે આવે છે,
કનેક્શન મળતું નથી,
તો પણ ઓફલાઇન તારી યાદ આવે છે,
ચાલુ કરું છું મારાં મોનીટર ને,
૨૫૬ કલર માં તું આવે છે,
વિચાર કરું છું ઘણી વાર,
શું તને પણ મારી યાદ આવે છે,
આવતો નથી તારો જવાબ તો વિચારું છું કે,
શું કામ મને તારી આટલી બધી યાદ આવે છે,
ચેક કરું છું મારાં ઇનબોક્સ ને,
તારા સિવાય બધાના મેઇલ આવે છે,
જો આવે તારો મેઇલ તો,
તો હાશ માનું કે કોઈને તો મારી યાદ આવે છે,
સુકી પડી ગઈ છે આ યાદો,
તમે મળો તો તાજી કરી શકાય છે,
સમજી શકુ છું આ ફાસ્ટ લાઈફ ને,
યાદ તાજી કરવા એક મેઇલ પણ બહુ ગણાય છે,
જો આવે તારો રીપ્લાય તો,
તો સમજુ તને મારી યાદ આવે છે,
નહિ તો બીજાની જેમ તું પણ મને ભૂલી જાય છે
@@નથી સમજાણી@@
પ્રથમ પ્રેમની શરૂઆત નથી સમજાણી…
તૂટેલા દિલની રજૂઆત નથી સમજાણી…
પૂનમની ચાંદની હેઠળ નયનોએ કરેલી કબુલાત નથી
સમજાણી…
ઘણાને વારંવાર મળવાનું થાય છે પણ કોઈની મુલાકાત નથી
સમજાણી…
સ્વપ્નપ્રદેશમાં સદા રહ્યો છું એટલે મને હકિકત નથી સમજાણી…
હું ખુબ જ આતુર છું બધું જણાવા પણ અફસોસ મિત્રો મને મારા જ
દિલની દાસ્તાન નથી સમજાણી
…............................................................................
હાલરડું વહાલી દીકરી નું
દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર,
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર.
દીકરી તારાં વ્હાલનો દરિયો જીવનભર છલકાય
પામતાં જીવન માતપિતાનું ધન્ય થઇ જાય
,
એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હજાર… દીકરી મારી
લાડકવાયી
ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ,
રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપમાં તારાં લાગે મને પરીનો અણસાર…
દીકરી મારી લાડકવાયી
કાલી-ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઇને ગૂંજે
પાપા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતાનો સાચે છે આધાર…. દીકરી મારી
લાડકવાયી
હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝૂલાવું
હાલરડાંની રેશમી રજાઇ તને હું ઓઢાડું
પાવન પગલે તારા, મારો ઊજળો છે સંસાર
…
દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર
,
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર.
સ્ત્રોત: વીણેલા મોતી
(મેં સૌપ્રથમ તો આ હાલરડું અભિષેક – કૃતાર્થભાઈનો બ્લોગ
પર
વાંચેલ પણ આજે એ હાલરડાંને મારા બ્લોગમાં ઉમેરતા પહેલા
શોધખોળ કરતા ખબર પડી કે આ હાલરડું વીણેલા મોતી પર શ્રી
મનહર ઉધાસની પરવાનગી સાથે મુકેલ છે)
હસમુખ ગઢવી 20/2/2013
Friday, 7 September 2012
Sunday, 12 August 2012
યુગનિર્માણ યુગપ્રભાવ
યુગપ્રભાવ
Arjuna Vishad Yog
As the armies of Pandava and Kaurava stand poised for confrontation on the battlefield of Mahabharata, Arjuna sees his friends, relatives and teacher on the opposite side. His victory means killing of his own kinsmen, elder and respected ones. Bemused by the possible fallout of the war, Arjuna is gripped by grief and despair. Determined that given a choice, he would rather die than to fight, Arjuna lays down his arms and seeks counsel from his charioteer and friend Lord Krishna.
અધ્યાય પહેલો : અર્જુનવિષાદયોગ
મહાભારતના યુદ્ધમેદાનમાં પાંડવો અને કૌરવોની સેના યુદ્ધ માટે એકઠી થઇ ત્યારે અર્જુને એના પરમ મિત્ર અને સારથી એવા ભગવાન કૃષ્ણને પોતાનો રથ સેનાની મધ્યમાં લેવા જણાવ્યું જેથી તે જોઇ શકે કે શત્રુ પક્ષમાં કોણ કોણ લડવા માટે એકત્ર થયા છે. જ્યારે અર્જુને પોતાના અતિપ્રિય પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ અને કૃપાચાર્ય તથા નિકટના સગા સંબધીઓને નિહાળ્યા ત્યારે એનું હૈયું હાલી ઉઠ્યું. એને થયું કે આ બધાને હણીને રાજ્ય મેળવવું એના કરતાં તો નહી લડવું સારું. આમ કહી પોતાના ગાંડિવનો પરિત્યાગ કરી શોકાતુર બની અર્જુન રથમાં બેસી ગયો.
ભગવાન કૃષ્ણે એ સમયે અર્જુનને જે સંદેશ સુણાવ્યો તે ભગવદ્ ગીતાના નામે સુપ્રસિદ્ધ થયો. ગીતાના પ્રથમ અધ્યાયનું શિર્ષક આથી યોગ્ય રીતે જ અર્જુનવિષાદયોગ આપવામાં આવ્યું છે.
Saturday, 11 August 2012
Subscribe to:
Posts (Atom)






































